Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ભીલાડમાં ‘રાસ રમઝટ સીઝન-૨’ની ગરબા કોમ્પિટિશન યોજાઈ

ભીલાડમાં ‘રાસ રમઝટ સીઝન-૨’ની ગરબા કોમ્પિટિશન યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ ભીલાડ ખાતે ક્રિયાંશુ ઇવેન્ટ દ્વારા આયોજિત ‘રાસ રમઝટ સીઝન-૨’ સાઉથ ગુજરાત નોન-ટ્રેડિશનલ ગરબા કોમ્પિટિશનમાં સુરતથી લઈને પાલઘર સુધીના ૩૦૦થી વધુ ખેલૈયાઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલૈયાઓઍ પોતાની આગવી કલા અને ગરબાની રમઝટથી ઉપસ્થિત પ્રેક્ષકોના મન જીતી લીધા હતા.
કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ભીલાડ પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. ગઢવી, દીપકભાઈ મિસ્ત્રી, તાલુકા ભાજપ પ્રમુખ નીરવભાઈ શાહ, વિહીપ વિભાગ સંપર્ક પિયુષભાઈ શાહ, વિહીપ વલસાડ જિલ્લાના મંત્રી અંકિતભાઈ શાહ, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના રાકેશભાઈ રાય, ભીલાડના કાર્યકારી સરપંચ રાજેશભાઈ નાવી, વિરલભાઈ દરજી, સન ક્રિઍટર્સના દીપકભાઈ નંદા તેમજ વાપીના લાલુભાઈ શાહ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોઍ ખેલૈયાઓનો ઉત્સાહ વધારી સમગ્ર ઇવેન્ટને યાદગાર બનાવી હતી. સ્પર્ધાના અંતે ક્રિયાંશુ ટીમ દ્વારા અલ્ટીમેટ ચેમ્પિયન ટ્રોફી નવસારીના સાહિલ કાકરીયાને ઍનાયત કરવામાં આવી હતી.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સન ક્રિઍશન, પુષ્પમ જ્વેલર્સ, ડિવાઇન હ્નાન્ડાઈ, શાશ્વત ગ્રુપ, સાંઈ મોબાઈલ, સ્તુતિ મીરાં, બ્લુ સ્ટોન, ક્રિષ્ણા પરમાર, વિશાલ મોબાઈલ સહિત અનેક સ્પોન્સર્સનો સહયોગ મળ્યો હતો. ક્રિયાંશુ ટીમે તમામ દાતાઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.