Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

નાનાપોîઢા દોલધા નદીના પુલ પર રેલીંગના અભાવે જોખમ

નાનાપોîઢા દોલધા નદીના પુલ પર રેલીંગના અભાવે જોખમ


નાનાપોંઢા, તા.૦૧ ઃ નાનાપોંઢા અને કપરાડા તાલુકામાં તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ પડેલા અતિભારે વરસાદના કારણે આમધા ગામના દો લધા નદી પરના પુલની લોખંડની રેલીંગ પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી. રેલીંગ તણાઈ ગયાને સમય વીતી ગયો હોવા છતાં પુલ પર નવી રેલીંગ ન લગાવવામાં આવતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્ના છે.
આ મુદ્દે આમ આદમી પાર્ટી વલસાડ-ડાંગ લોકસભા સંગઠન મંત્રી દિવ્યેશ પટેલે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પુલ પર મજબૂત લોખંડની રેલીંગ ફિટ કરવાની માંગ કરી છે.
દિવ્યેશ પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે રેલીંગના અભાવે પુલ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી પરિસ્થિતિમાં અકસ્માતની શક્યતા વધી જાય છે.