Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

દમણનો બુટલેગર પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલાયો

દમણનો બુટલેગર પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૧ ઃ વલસાડ જિલ્લામાં પ્રોહીબિશનની બદી નેસ્તનાબૂદ કરવા પોલીસની કાર્યવાહી તેજ બની છે. સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં મોટા પાયે ગેરકાયદે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર પ્રોહી બુટલેગર સદ્દામ  ઇબ્રાહિમ મહેબૂબ શેખ (ઉ.૩૪) ને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
વલસાડ ઍસપી યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી ન્ઘ્ગ્ વલસાડના ભ્ત્ ઍ.યુ.રોજે કાર્યવાહી કરી હતી. આરોપી મૂળ સુરત સલાબતપુરા અને સિંધખેડા મહારાષ્ટ્રનો છે, હાલ દમણ ખારીવાડ અમર ઍપાર્ટમેન્ટમાં રહે છે. તેના વિરુદ્ધ વલસાડ જિલ્લામાં બે ગુના નોંધાયેલા છે. વાપી ટાઉન પોલીસ માં વર્ષ ૨૦૨૬ માં રૂ.૩.૬૬ લાખની ૨૨૫૬ બોટલ અને વલસાડ રૂરલ પો.સ્ટે. માં વર્ષ ૨૦૨૫ માં રૂ.૧૭.૭૩ લાખની ૪૮૪૫ બોટલનો મુદ્દામાલ પકડાયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ નિતિન સાંગવાને પાસા દરખાસ્ત મંજૂર કરતા ન્ઘ્ગ્ ટીમે તેને જેલ હવાલે કર્યો છે.