Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

દમણમાં કાજલી તીજની ઉજવણી

દમણમાં કાજલી તીજની  ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૧ ઃ શ્રાવણ મહિનાના અંધારિયાની ત્રીજા દિવસે ઉજવાતો કાજલી તીજનો તહેવાર સોમવારે દમણ જિલ્લામાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલાઓઍ પરંપરાગત વિધિઓ અનુસાર ઉપવાસ રાખ્યા અને પોતાના પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ઘણી જગ્યાઍ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા,  પરંપરાગત સંગીત વાદ્યોના ગુંજારવ વચ્ચે, મહિલાઓઍ તીજ ગીતો ગાયા હતા અને ઉત્સાહથી તહેવારની ઉજવણી કરી હતી.  આ કાર્યક્રમો દરમિયાન મહિલાઓઍ પરંપરાગત નૃત્યો પણ રજૂ કર્યા. મોડી સાંજ સુધી ચાલુ રહેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં મહિલાઓઍ ભાગ લીધો અને વાતાવરણ ઉત્સવમય વાતાવરણથી ભરાઈ ગયું હતું.