Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ધરમપુર પોલીસે રૂ. ૨.૨૩ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો

ધરમપુર પોલીસે રૂ. ૨.૨૩ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૧ ઃ ધરમપુર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના ખોવાયેલા તથા ગુમ થયેલા ૧૨ મોબાઇલ ફોન અને સોનાનું બ્રેસલેટ તથા ચેઇન મળી કુલ રૂ. ૨.૨૩ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ખોવાયેલા મોબાઇલ ફોનની ઘ્ચ્ત્ય્ પોર્ટલ પર નોંધણી સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મોબાઇલ ફોન પરત કરવામાં આવ્યા હતા. તેમજ ધરમપુર પોલીસ સ્ટેશનના ગુના નં. ૦૬૧૯/૨૦૨૬માં કબજે કરાયેલ સોનાનું બ્રેસલેટ અને ચેઇન પણ તેના મૂળ માલિકને સોંપવામાં આવ્યા હતા.  આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. સંદીપ ટી. (ત્ભ્લ્), ધરમપુર વિભાગ તથા ધરમપુર પોલીસ સ્ટેશનના પી આઈ ઍન. ઝેડ. ભોયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.