Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

પારડીમાં સંત નિરંકારી મિશન દ્વારા રકતદાન શિબિર યોજાઈ

પારડીમાં સંત નિરંકારી મિશન દ્વારા રકતદાન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૧ ઃ સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરકારી રાજપિતા રમિત જીના પવિત્ર આશીર્વાદથી સંત નિરંકારી મિશનની સામાજિક શાખા દ્વારા પારડી તાલુકા ના ઉદવાડા, પરિયા અને ધગડમાડ દ્વારા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનનાં નેજા  ઉદવાડા સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં ઍક રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન સપંન્ન થયું હતું.આ રક્તદાન શિબિરને નિરંકારી ભક્તો અને સ્વૈચ્છિક રક્તદાતાઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો જેમાં વલસાડ રક્તદાન કેન્દ્રનાં સહયોગથી ૨૪૪ યુનિટ રક્તનો સફળતાપૂર્વક સંગ્રહ કરવામાં આવ્યું હતું.
સમગ્ર શિબિર અત્યંત સુવ્યવસ્થિત અને અનુશાસિત વાતાવરણમાં સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરનું શુભારંભ દક્ષિણ ગુજરાતના પ્રભારી ઓંકાર સિંહ જીની ઉપસ્થિતિમાં નિરંકાર પ્રભુના સિમરણ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે મિશન દ્વારા નિઃસ્વાર્થ માનવસેવા પ્રત્યે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની પ્રશંસા કરતાં સ્વૈચ્છિક રક્તદાતાઓને ઉત્સાહવર્ધન આપ્યું હતુ ઍમણે જણાવ્યું કે જે મિશનની કરુણા, સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવસેવા પ્રત્યે સમર્પિત ભાવનાનું પ્રતીક રહ્નાં છે, જ્યારે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દેશભરમાં નિયમિત રૂપે રક્તદાન શિબિરોનું આયોજન કરીને લોકોને રક્તદાન જેવા મહાન કાર્ય દ્વારા અમૂલ્ય જીવન બચાવવા માટે પ્રેરિત કરી રહ્નાં છે. સાથે જરક્ત નાડીઓમાં વહે નાળીઓમાં નહી ના જનકલ્યાણકારી સંદેશને પણ સમાજ સુધી પહોંચાડી રહ્નાં છે. આ શિબિરમાં સંત નિરંકારી મંડળના વાપી સેક્ટર સયોંજક, સોશ્યલ વેલ્ફેર કોર્ડિનેટર, દમણ બ્રાંચનાં મુખી તેમજ અનેક મહાનુભવોઍ ઉપસ્થિતિ આપી હતી. આ રક્તદાન શિબિર ઉદવાડા, પરિયા અને ધગડમાડ બ્રાંચનાં મુખીઓ અને સ્થાનિક સેવાદળ અધિકારી અને સેવાદળ ભાઈઓ-બહેનો તેમજ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકોનાં સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયુ હતું.