Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

પારડીમાં પ્રથમવાર કાવડયાત્રા યોજાઈ

પારડીમાં પ્રથમવાર કાવડયાત્રા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૧ ઃ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પારડી શહેરમાં ધર્મોલ્લાસ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રથમવાર ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતીય સેવા સમિતિ પારડી દ્વારા આયોજિત આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં સનાતન ધર્મપ્રેમીઓ અને ભાવિક ભક્તો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. બપોરે પારડી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાત  સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ મહાદેવ મંદિરથી નીકળેલી  યાત્રાને લીલીઝંડ આપી હતી.
કાવડ યાત્રાનો ઉત્સાહભેર -ારંભ થયો હતો. હાથમાં પવિત્ર કાવડ અને શિવભક્તિના રંગે રંગાયેલા ભક્તોના જયઘોષથી સમગ્ર પારડી શહેર ગુંજી ઊઠ્યું હતું.
વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી.જ્યાં ભક્તોઍ વિધિવત રીતે શિવલિંગ પર પવિત્ર જળથી અભિષેક કરી ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રા કર્યા હતા. પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, જીતુભાઈ ઓઝા, પારડી ભાજપના માજી પ્રમુખ રાજેશ પટેલ, ધર્મેશ માલી, યુવા મોરચા પ્રમુખ મેહુલ ભરવાડ, જીગ્નેશ ચોરસિયા, રાકેશ ચોરસીયા , અમિત રાણા, જીગ્નેશ રાણા, સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ના હતા અને પારડી  શહેર બમ બમ બોલે ના નાથ સાથે ગુજી ઉઠિયું હતું.