Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

પારડીમાં પોલીસ સાથે ઝપાઝપી પ્રકરણમાં ૬ જેલ ભેગા

પારડીમાં પોલીસ સાથે ઝપાઝપી પ્રકરણમાં ૬ જેલ ભેગા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૩૧ ઃ પારડી તાલુકાના કલસર ગામમાં  આવેલી મૂન વિલા હોટલમાં રૂમ ભાડે રાખવા બાબતે થયેલા વિવાદ બાદ પારડી પોલીસ સ્ટેશનમાં બબાલ થઈ હતી. નશામાં ધૂત શખ્સોઍ પોલીસ સાથે ઝપાઝપી કરતા ઍક કોન્સ્ટેબલનો હાથ ભાંગી ગયો હતો. પારડી પોલીસે આ મામલે મહારાષ્ટ્રના ૬ લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી મળતી વિગત મુજબ પાલઘર મહારાષ્ટ્રના ઇરફાન ઇશાક પઠાણ, અન્ય ત્રણ ઈસમો અને બે મહિલાઓ પારડી તાલુકાના કલસર બે માઇલ પાસે આવેલી મૂન વિલા હોટલમાં રૂમ ભાડે લેવા ગયા હતા. આઈડી કાર્ડ અને મહિલા-પુરુષોના જૂથને રૂમ આપવા બાબતે હોટલ સ્ટાફ સાથે વિવાદ થતાં મામલો પારડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન ઍક યુવક નશામાં હોવાનું જણાતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ટોળાઍ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ માધુભા સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. ધક્કામુક્કી દરમિયાન કોન્સ્ટેબલનો જમણો હાથ લોકઅપ ના સળિયા સાથે અથડાતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક કુરેશી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઍક્સ-રેમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. પોલીસે તમામ આરોપીઓ સામે ગેરકાયસરદે મંડળી રચવી, સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવી અને પોલીસ કર્મચારી પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા બદલ ભારતીય ન્યાય સંહિતા ગ્ફલ્ હેઠળ ઇરફાન ઇશાક પઠાણ, વૈભવ પ્રદીપ ભોસલે, હિરન્મય સુભાષિશ સોનગુા, દિલપ્રિતસિંઘ જગદેવસિંઘ વિર્ક, પ્રેરણા સુરજ અધિકારી, રીચા સુનિતા ખાટુ સામે ગુનો નોંધ્યો હતો. તેઓની ધરપકડ કરી નવસારી સબજેલમાં મોકલી આપ્યા હતા.