Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

નારગોલ ટાટા વાડિયા હાઈસ્કુલમાં ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

નારગોલ ટાટા વાડિયા હાઈસ્કુલમાં ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૭ ઃ મરીન પોલીસ સ્ટેશન ના પી.આઈ. વસાવા મેડમ,માજી સરપંચ જયેશ બારીઆ, માછી સમાજના પ્રમુખ શૈલેષ હોડીવાળા, સામાજિક કાર્યકર અને ભંડારી સમાજ પૂર્વ વિભાગના પ્રમુખ રાકેશ ભંડારી, ગ્રામ પંચાયત સભ્ય પ્રવિણભાઇ, સામાજિક કાર્યકર અશોકભાઈ પ્રિતમનાની, ચેતનભાઈ ગજરે,અતુલ રુરલ ડેવલપમેન્ટ તેમજ આર.ઍન.સી ના ડોક્ટરો તેમજ ૯૬-૯૭ ના વિધાર્થી ના આગેવાન મનીષભાઈ અને ઍમની ટીમ દ્વારા કેમ્પ ને દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો. સમગ્ર કેમ્પ નો ૩૦૦ જેટલા દર્દીઓ ઍ લાભ લીધો જેમાં ૧૭૭ જેટલાંને વિના મૂલ્યે ચશ્મા તેમજ ૨૭ દર્દીઓને વિના મૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ રીતે મનીષભાઈ રાઉત ઍન્ડ ગ્રુપ વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પ નું પણ ભવ્ય આયોજન કરે છે તેના કારણે નારગોલ સહિત સમગ્ર તાલુકાના દર્દીઓને ગુજરાત મહારાષ્ટ્ર સુધી વિના મૂલ્યે રક્ત મળી રહે છે.
માજી સરપંચ જયેશભાઈ બારિયા ઍ જણાવ્યું કે મનીષભાઈ ઍ ૧૦ દિવસ પહેલા સર્જરી કરાવી તેમ છતાં પણ લોક સેવા માટે તત્પર રહે છે ઍ સમગ્ર ગામ માટે લોક સેવાનો ઉત્તમ ઉદાહરણ છે. આવા કેમ્પથી અનેક નાના મોટા વ્યક્તિઓને સેવાનો લાભ મળી રહે છે. જે ખુબજ સહારણીય છે.