Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વિસર્જનની જગ્યાઍ આગમન ટાણે જ ધુમધડાકા

વિસર્જનની જગ્યાઍ આગમન ટાણે જ ધુમધડાકા


 આગામી ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવને લઈને વલસાડ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મોટા ગણેશ મંડળોમાં બાપાની આગમન યાત્રાને લઈને ઍક નવી જ સ્પર્ધા શરૂ થઈ છે. ૧૦ ફૂટથી વધુ ઊંચી મૂર્તિ પર સરકારના નિયંત્રણો હોવા છતાં, મંડળો દ્વારા ઍકબીજાની દેખાદેખીમાં મોંઘાદાટ ડીજે, ઢોલ-નગારા, પ્રખ્યાત બેન્ડ પાર્ટી, ઓર્કેસ્ટ્રા અને આકર્ષક ડેકોરેશન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્ના છે.
મોડી રાત સુધી ચાલતી આ યાત્રાઓમાં ટ્રાફિકજામ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ખડેપગે રહી મોડી રાત સુધી સેવા બજાવી રહી છે.સ્થાનિક આયોજકો અને ભક્તોના જણાવ્યા મુજબ, અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા યાત્રા ઝડપથી પૂર્ણ કરાવવા દબાણ રહેતું હોય છે. જેના કારણે ભક્તો બાપાની મૂર્તિના દર્શન પૂરતા પ્રમાણમાં કરી શકતા નથી. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને મોટાભાગના મંડળો હવે વિસર્જન કરતાં બાપાની આગમન યાત્રાને અત્યંત ભવ્ય બનાવી મોડી રાત સુધી ધામધૂમથી કાઢવાનો ટ્રેન્ડ અપનાવી રહ્ના છે.
મુખ્ય માર્ગો પર ભક્તોનું મહેરામણ અને પોલીસ બંદોબસ્ત
આગમન યાત્રા દરમિયાન શહેરના આઝાદ ચોક અને મોગરાવાડી જેવા મુખ્ય વિસ્તારોમાં બાપાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. મોડી રાત સુધી ચાલતી આ યાત્રાઓમાં ટ્રાફિકજામ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ખડેપગે રહી મોડી રાત સુધી સેવા બજાવી રહી છે.મંડળો વચ્ચે ચાલી રહેલી લાખોના ખર્ચની સ્પર્ધા સામે પ્રબુદ્ધ નાગરિકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. લોકોમાં ઍવી ચર્ચા ઊઠી છે કે, ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક આપવામાં આવતી દાનની રકમનો માત્ર દેખાડા અને ઘોંઘાટિયા ડીજે પાછળ બગાડ કરવાને બદલે કોઈ સામાજિક, આરોગ્યલક્ષી કે શિક્ષણ ક્ષેત્રના સેવાકાર્યોમાં ઉપયોગ કરવામાં આવે તો ગણેશ ઉત્સવની સાચી સાર્થકતા જળવાઈ રહેશે.