Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

પારડીમાં ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

પારડીમાં ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર તથા વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી તથા મામલતદાર, પારડીના સહયોગથી તાલુકા કક્ષાના સંસ્કૃત સાહ મહોત્સવ અંતર્ગત ત્રીજા દિવસે ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની ઉજવણી સરકારી વિજ્ઞાન કોલેજ, પારડી ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
 ૭૨ સંસ્કૃત પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં સંસ્કૃત પુસ્તકોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતા, શિવ મહાપુરાણ અને રામાયણ જેવા મહાકાવ્યો તેમજ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ જેવા વેદો તેમજ મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, નારદ પુરાણ, ગણેશ પુરાણ, સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ સહિત ૪૨ સંસ્કૃત સાહિત્ય અને ભારતીય જ્ઞાનપરંપરાના વિવિધ ગ્રંથો રજૂ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સંસ્કૃતનાં ૨૦ જેટલા અન્ય પાઠ્યપુસ્તકો અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આપવામાં આવેલી ૧૦ માર્ગદર્શિકા સહિત કુલ ૭૨ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે તાલુકા કક્ષાની નિમાયેલી સમિતિના સભ્ય સરકારી વિજ્ઞાન કોલેજનાં આચાર્ય હેતલબેન ટંડેલ, જે.પી. પારડીવાલા આર્ટ્સ-કોમર્સ કોલેજનાં આચાર્ય ફાલ્ગુની જી. દેસાઈ, સંસ્કૃત નોડલ અધિકારી ઍન.કે. દેસાઈ કોલેજના આચાર્ય તપનસિંહ પરમાર, સંસ્કૃત નોડલ તૃ જે. મહેર, બી.આર.જે.પી. ઈંગ્લિશ સ્કૂલનાં આચાર્યા ચંચલાબેન ભટ્ટ, ડી.સી.ઓ. સ્કૂલ, પારડીના આચાર્ય સુનિલભાઈ પટેલ સહિત તાલુકાના સંસ્કૃત શિક્ષકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ઍલ. ટંડેલ દ્વારા નિયુક્ત સભ્ય સચિવ તથા શિક્ષણ સેવા વર્ગ-૨ અધિકારી કુ.જાગૃતિબેન ઍમ. પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર ચેતનભાઈ પટેલ, બી.આર.પી. શીતલબેન પટેલ, બી.આર.પી. પન્નાબેન પટેલ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં.