Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ધરમપુર પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વ ઉજવાયું

ધરમપુર પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વ ઉજવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૩૦ ઃ રક્ષાબંધન પર્વ નિમિત્તે ધરમપુરની રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો અને બાળકીઅો પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ તથા જવાનોને રક્ષા સૂત્ર બાંધી મોં મીઠું કરાવી પર્વની ઉજવણી કરી હતી. સમાજની સુરક્ષા માટે તહેવારોમાં પણ ફરજ પર અડીખમ રહેતા પોલીસ જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધરમપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. નિખિલ ભોયાઍ બહેનો અને બાળકીઓ સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્ર સેવિકા સમિતિના આ કાર્યક્રમથી પોલીસ અને સમાજ વચ્ચેનું આત્મીય જોડાણ વધુ મજબૂત બને તેમજ સેવા અને રાષ્ટ્રભાવનાની લાગણીને પ્રોત્સાહન મળે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.