Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ધરમપુર શ્રીમદ રાજચંદ્રની શૈક્ષણિક સંસ્થાઓની ‘ટાઇપ-ઍ’ શ્રેણીમાં પસંદગી

ધરમપુર શ્રીમદ રાજચંદ્રની શૈક્ષણિક સંસ્થાઓની ‘ટાઇપ-ઍ’ શ્રેણીમાં પસંદગી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૩૦ ઃ  શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (લ્ય્પ્ઝ઼)ની શૈક્ષણિક સંસ્થાઓની ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય હેઠળના મેરા યુવા ભારત (પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ) દ્વારા આયોજિત ‘રાષ્ટ્રીય ખેલ દિવસ ૨૦૨૬–ખેલો ઈન્ડિયા સંવાદ, ખેલ કી બાત–ભ્પ્ કે સાથ’ કાર્યક્રમની ‘ટાઇપ-ખ્’ શ્રેણીમાં પસંદગી કરવામાં આવી છે. કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઇવ વર્ચ્યુઅલ સંબોધનમાં લ્ય્પ્ઝ઼ના ૮૦૦ વિદ્યાર્થીઓ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે જોડાયા હતા. બાદમાં ખેલ ઇકોસિસ્ટમ, ૨૦૩૬ ઓલિમ્પિક્સ માટે પ્રતિભા નિર્માણ, યુવા સહભાગિતા અને વિકસિત ભારતક્૨૦૪૭ જેવા મુદ્દાઓ પર રાષ્ટ્રીય સ્તરે સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાઍ સ્વાગત સંબોધન કર્યું હતું. કાર્યક્રમ પૂર્વે આશ્રમ ખાતે બે દિવસીય રેસિડેન્શિયલ રિટ્રીટમાં પોસ્ટર મેકિંગ, ઝુમ્બા, પેનલ ડિસ્કશન તથા ક્રિટિકલ થિંકિંગ, ખ્ત્ અને સોશિયલ મીડિયા અંગેના સત્રો યોજાયા હતા.પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, વિદ્યાવિહાર અને ગુરુકુળમાં શિક્ષણ સાથે મૂલ્યો, શિસ્ત, આધ્યાત્મિકતા, તંદુરસ્તી અને રાષ્ટ્રપ્રેમ પર ભાર મૂકવામાં આવે છે. વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં જિલ્લા અને રાજ્ય સ્તરે સિદ્ધિ મેળવનારી સંસ્થાઓની રાષ્ટ્રીય કાર્યક્રમ માટેની પસંદગીને ગૌરવપૂર્ણ સન્માન માનવામાં આવી રહી છે.