Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીમાં કાવડયાત્રા યોજાશે

વાપીમાં કાવડયાત્રા યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૪ ઃ વાપી જીઆઈડીસીથી કુંતા સુધી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી ખાટુ શ્યામ પ્રચાર મંડળ, વાપી-દમણ-સેલવાસ દ્વારા ૧૯મી ભવ્ય જાહેર કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાવડ યાત્રા વાપી જીઆઈડીસીના શ્રી અંબે માતા મંદિરથી પ્રસ્થાન કરી વાપી ટાઉન, ચલા, દમણના ડાભેલ વિસ્તાર તથા કલારીયા થઈ કુંતા ખાતે પહોંચશે. સમગ્ર યાત્રા દરમિયાન કાવડિયાઓ માટે વિવિધ સ્થળોઍ ભવ્ય સ્વાગત, નાસ્તો તથા અન્ય સેવાકીય આયોજન કરવામાં આવ્યું છે.

કુંતા ખાતે યાત્રાના આગમન બાદ સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રિના સમયે ભક્તિમય સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે રાત્રિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સોમવારે વહેલી સવારે શ્રી કુંતેશ્વર મહાદેવના શિવલિંગ પર પવિત્ર જળનો જલાભિષેક કરવામાં આવશે.