ધરમપુરમાં સ્વતંત્રતા પર્વે પુસ્તક પ્રદર્શન યોજાશે
- byDamanganga Times
- 15 August, 2026
ધરમપુર, તા.૧૪ ઃ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ (શનિવાર)ના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા થીમ અંતર્ગત ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરી ખાતે *રાષ્ટ્રદર્શન અને રાષ્ટ્રચિંતનને લગતા તેમજ આઝાદી અને સ્વતંત્રતા સંગ્રામ વિષયક પુસ્તકોનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવશે.
આ ઉપરાંત, લાઈબ્રેરીમાં નિયમિતપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા આવતા યુવા-યુવતીઓ દ્વારા હર દિલ મેં તિરંગાની ભાવના સાથે દેશપ્રેમ વ્યક્ત કરી લાઈબ્રેરીના રીડિંગ રૂમને તિરંગા થીમથી સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યો છે.
