Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

વાપીમાં જાહેરમાં કચરો નાંખશો તો રૂ.૫૦૦થી ૧૫૦૦૦નો દંડ થશે

વાપીમાં જાહેરમાં કચરો નાંખશો તો રૂ.૫૦૦થી ૧૫૦૦૦નો દંડ થશે


વાપી, તા.૧૩ ઃ વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક અધ્યક્ષ સતીશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિકાસ, ટ્રાફિક, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતાં.

ચોમાસામાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ફણ્-૪૮ પર પ્ય્જ્ વ્ક્કશ્વફૂસ્ન્થી વ્.ધ્. ર્ગ્ીદ્દદ્દફૂશ્વક્ક ખ્્યદ્દં ચ્શ્રફૂણૂદ્દશ્વર્જ્ઞ્ણૂશ્રસ્ન્ સુધી ૯૦૦ મી.મી. વ્યાસની ય્ઘ્ઘ્ પાઇપલાઇન તથા ચલા મેઇન રોડથી શ્રદ્ધા હોસ્પિટલ રોડ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઇન નાખવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી.

શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર ન્ચ્ઝ઼ સ્ટ્રીટ લાઇટ લગાવવા તથા ચોમાસા બાદ કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બલીઠા નવા અંડરપાસથી કસ્ટમ ફ્રન્ટિયર રોડને જોડતા ચલા ચોકી ફળિયાના રસ્તા તેમજ ફણ્-૪૮થી વલસાડ રોડ તરફના સર્વિસ રોડને પહોળા કરવા જરૂરી જમીન સંપાદન માટે કલેક્ટરને દરખાસ્ત કરવાની મંજૂરી અપાઈ હતી.

સ્વચ્છતા જાળવવા ખુલ્લામાં કચરો નાંખનાર સામે નિયમ મુજબ રૂ.૫૦૦થી રૂ.૧૫ હજાર સુધીનો દંડ વસૂલવા તથા ખુલ્લા પ્લોટમાં ગંદકી બદલ જમીન માલિકોને નોટિસ આપવા સૂચના અપાઈ હતી. વિકાસ કામોની ગુણવત્તા જાળવવા અને ટેન્ડર પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા પણ ભાર મૂકાયો હતો.

બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી (ત્ખ્લ્), નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા તેમજ સમિતિના સભ્યો સહિતમનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.