Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

આજે પારનેરા ડુંગર પર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે

આજે પારનેરા ડુંગર પર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૪ ઃ દેશભરમાં ૮૦માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ઐતિહાસિક ધરોહર સમાન પારનેરા ડુંગર પર આવેલા કિલ્લા પરિસરમાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ભવ્ય ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમ શનિવાર, તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે પારનેરા ડુંગર ઉપર યોજાશે. માતાજી મંદિર ટ્રસ્ટ પારનેરા ડુંગર પીપલ ફોર ઍનિમલ સંસ્થા તેમજ પારનેરા ગામના ઉત્સાહી યુવા સભ્યો આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે યોજાનાર ધ્વજ વંદન કાર્યક્રમમાં પારનેરા તેમજ આસપાસના વિસ્તારના તમામ દેશપ્રેમી નાગરિકો અને ગ્રામજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા ભાવભીનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.