વાપીમાં શ્રી નેમિનાથ ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ યોજાશે
- byDamanganga Times
- 15 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ જૈન સમાજ માટે આસ્થાનો દિવસ ઍટલે શ્રી નેમિનાથ ભગવાનનો જન્મ કલ્યાણક. આ પાવન અવસરે સમકિત ગ્રુપ - વાપી, ગુજરાત દ્વારા ૧૭ ઓગસ્ટ ૨૦૨૬, સોમવારના રોજ ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન નૂતન સંકુલ, અજીતનાથ જિનાલય પાસે, નેહરુ સ્ટ્રીટ, વાપી ટાઉન ખાતે કરવામાં આવ્યું છે.આ મહોત્સવ અંતર્ગત સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ વાગ્યા સુધી ભવ્ય ભાવયાત્રા નીકળશે. ત્યારબાદ સવારે ૧૨ૅં૩૦ કલાકે સંઘ સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૮ૅં૦૦ કલાકે ભક્તિ મહોત્સવ યોજાશે જેમાં ભક્તો ભજન-કીર્તન દ્વારા શાસનની શોભા વધારશે. આ પુણ્ય સ્મરણના અવસરે ભક્તો માટે આ પુણ્ય સંચિત કરવાનો અનુપમ અવસર છે. સમકિત ગ્રુપ દ્વારા તમામ જૈન બંધુઓને આ કાર્યક્રમમાં પધારીને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.કાર્યક્રમમાં સંગીતકાર તરીકે અનીષ રાઠોડ હજાર રહેશે.
