વાપીમાં ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી
- byDamanganga Times
- 15 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપી પંથકમાં ઉજવાનારા સ્વતંત્રતા દિવસને લઈને વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, પોલીસ વિભાગ તેમજ રેલવે પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
વાપીના તમામ મુખ્ય ચાર રસ્તા અને ર્ટનિંગ પોઇન્ટ ઉપર રાષ્ટ્રધ્વજ નું વેચાણ પણ કરાઈ રહ્નાં છે. તથા રોશની પણ કરાઈ છે.
વાપી મહાનગરપાલિકાની પ્રથમ બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ ૮૦માં ‘સ્વતંત્રતા દિવસ’ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે. શનિવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે વાપી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે યોજાશે. કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર શ્રીમતી દક્ષાબેન પટેલના ધ્વજવંદન કરવામાં આવશે. ઍ રીતે વાપી જીઆઇડીસી માં આવેલા ઔદ્યોગિક ઍકમોના સમૂહ વીઆઈઍ ઉદ્યોગનગર પોલીસ મથક, વાપી ટાઉન પોલીસ મથક, ડુંગરા પોલીસ મથક તેમજ વાપી મહાનગરપાલિકાની વિવિધ ઝોન કચેરીઓ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કેબીઍસ કોલેજ, આર.કે. દેસાઈ કોલેજ, શ્રી રજ્જુભાઈ શ્રોફ યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિવિધ સરકારી અને ખાનગી શાળાઓમાં પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. તથા વિવિધ કાર્યક્રમો યોજાશે.
