દમણમાં આજે સ્વતંત્રતા દિન ઉજવાશે
- byDamanganga Times
- 15 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૪ ઃ દમણમાં ૮૦મો સ્વતંત્રતા દિવસની ઉજવણી મોટી દમણના લાઇટહાઉસ બીચ પર કરાશે. ડેપ્યુટી કલેક્ટર (જનરલ) આરતી અગ્રવાલે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે આ ઉજવણી ૧૫ ઓગસ્ટના શનિવારના રોજ સવારે ૮ઃ૩૦ વાગ્યે શરૂ થશે. સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ રાષ્ટ્રીયપર્વમાં નાગરિકોને ઉત્સાહભેર જાડાવા પ્રશાસન તરફથી અનુરોધ કરાયો છે.
