વલસાડમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 15 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ શહેરના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
‘‘વિભાજનની વેદનાને સ્મરીઍ, બલિદાનને નમન કરીઍ’’ ટેગલાઈન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિભાજન વિભીષિકા વિષયક ડોક્યુમેન્ટરીની પ્રસ્તુતિ કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ‘‘વંદે માતરમ...’’ના સામૂહિક ગાનથી કરાઈ હતી. તથા વિભાજનની યાતનાનું વર્ણન કરતુ ‘‘વિભાજનઃ ઍક આતંક’’ વિષય પર નાટક રજૂ કરાયું હતું. ત્યારબાદ મોડી સાંજે મોરારજી દેસાઈ ઓડિટોરીયમથી કેન્ડલ માર્ચનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ, જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન સહિતના અધિકારીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
