Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’

‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’


(મનોજ ખેîગાર દ્વારા)
આહવા, તા. ૧૩ ઃ  ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં તા. ૧૪ ઓગસ્ટનો દિવસ ઍક તરફ સ્વાતંત્ર્યની પૂર્વસંધ્યાની યાદ અપાવે છે, તો બીજી તરફ વર્ષ ૧૯૪૭ના ભારતના વિભાજન દરમિયાન લાખો લોકો દ્વારા સહન કરવામાં આવેલી વેદના, વિસ્થાપન, હિંસા અને સંઘર્ષને યાદ કરવાનો દિવસ પણ છે.
ભારતના વિભાજને માત્ર દેશની ભૌગોલિક સરહદો જ બદલી નહોતી, પરંતુ અસંખ્ય પરિવારોના જીવન, સંબંધો, ઘરો અને રોજગારીને પણ મૂળથી હચમચાવી નાખ્યા હતા.
વિભાજનના પરિણામે લાખો લોકો પોતાના પેઢીઓ જૂના વતનમાંથી સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. અંદાજે ૧.૪ થી ૧.૮ કરોડ લોકો નવી રચાયેલી સરહદો પાર કરીને ભારત અને પાકિસ્તાન તરફ સ્થળાંતરિત થયા હતા. અનેક પરિવારો પોતાના ઘર-વતન અને સંપત્તિ પાછળ છોડીને માત્ર જરૂરી સામાન સાથે અજાણ્યા ભવિષ્ય તરફ નીકળી પડ્યા હતા. આ વિશાળ સ્થળાંતર માનવ ઇતિહાસના સૌથી મોટા અને કરુણ સ્થળાંતરોમાંનું ઍક બન્યું.
વિભાજન માત્ર સરહદોનું વિભાજન નહોતું. ૧૯૪૭માં પંજાબ અને બંગાળનું વિભાજન સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું. સદીઓથી સાથે રહેતા લોકો અચાનક અલગ દેશોના નાગરિક બની ગયા. ગામો અને શહેરોમાં અશાંતિ ફેલાઈ, પરિવારો વિખૂટા પડ્યા અને અનેક લોકોઍ પોતાના સ્વજનો તથા જીવનનિર્વાહ ગુમાવ્યા. આ સમયગાળાની હિંસામાં મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં અને મહિલાઓ તથા બાળકો સહિત અસંખ્ય લોકોઍ અસહ્ના મુશ્કેલીઓનો સામનો કર્યો.
વિસ્થાપનની આ કરુણ યાત્રામાં રેલવે મહત્વનું માધ્યમ બન્યું. શરણાર્થી ટ્રેનો લાખો લોકોને નવી સરહદો પાર લઈ ગઈ, જ્યારે હજારો લોકો પગપાળા, બળદગાડા, સાયકલ અને ટ્રકો મારફતે પણ સ્થળાંતર કરતા રહ્ના. રસ્તાઓ અને રેલવે માર્ગો પર લાંબી શરણાર્થી કતારો જોવા મળતી હતી. આ દરેક યાત્રા પાછળ સંઘર્ષ, દુઃખ, હિંમત અને નવી શરૂઆતની કહાની હતી.
મહિલાઓ પર પડ્યો ભારે બોજૅં વિભાજનની હિંસામાં મહિલાઓને પણ અત્યંત ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અનેક મહિલાઓનું અપહરણ થયું, તેઓ હિંસાનો ભોગ બની અને પરિવારોથી વિખૂટા પડ્યા. ભારત અને પાકિસ્તાનની સરકારોઍ વિભાજન બાદ મોટી સંખ્યામાં વિખૂટા પડેલી મહિલાઓને તેમના પરિવાર અને દેશમાં પરત લાવવા માટે પુનઃ-ા કામગીરી હાથ ધરી હતી. અનેક મહિલાઓઍ આઘાતમાંથી બહાર આવી શિક્ષણ, સેવા, ઉદ્યોગ, હસ્તકલા અને પરિવારના પુનઃનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
વેદનામાંથી રાષ્ટ્રનિર્માણ સુધીની સફર વિભાજન બાદ ભારતભરમાં મોટા પાયે શરણાર્થી શિબિરો ઉભી કરવામાં આવી હતી. દિલ્હી, પંજાબ, પડ્ઢિમ બંગાળ, રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વિસ્થાપિતોને ખોરાક, આશ્રય, આરોગ્યસુવિધા અને રોજગારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. પુનર્વસન વસાહતો ઊભી થઈ અને વિસ્થાપિત પરિવારોને નવી જિંદગી શરૂ કરવાની તક મળી. કરુણ અનુભવમાંથી પસાર થયા છતાં લાખો વિસ્થાપિતોઍ હિંમત હારી નહીં. તેમણે નવા સ્થળોઍ વ્યવસાય, શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, જાહેર સેવા, કલા અને સાહિત્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. દિલ્હી, અમૃતસર, લુધિયાણા, કોલકાતા, જયપુર અને ફરીદાબાદ જેવા શહેરોના વિકાસમાં પણ વિસ્થાપિત સમુદાયોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી.
વિભાજનમાંથી ઊભી થયેલી કેટલીક સફળતાની ગાથાઓ આજે પણ પ્રેરણારૂપ છે. વિસ્થાપિત પરિવારોમાંથી અનેક લોકોઍ શૂન્યથી શરૂઆત કરીને ઉદ્યોગ, વેપાર, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવ્યું.
આ ગાથાઓ સાબિત કરે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓ સામે માનવીની અડગ હિંમત અને સંકલ્પ નવી જિંદગીનું નિર્માણ કરી શકે છે

 વિભાજનની પીડાની સ્મૃતિઓ આજે પણ પેઢી દર પેઢી જીવંત છે. મૌખિક ઇતિહાસ, સંગ્રહાલયો, સ્મારકો, સાહિત્ય, ફિલ્મો અને દસ્તાવેજી આર્કાઇવ્સ દ્વારા આ અનુભવોનું જતન કરવામાં આવી રહ્નાં છે. ભારત સરકારે વર્ષ ૨૦૨૧માં ૧૪ ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ (ર્ભ્ીશ્વદ્દજ્ઞ્દ્દજ્ઞ્ંઁ ણ્ંશ્વશ્વંશ્વસ્ન્ ય્ફૂફૂણુર્શ્વીઁણૂફૂ ર્ઝ઼ીક્ક) તરીકે જાહેર કર્યો હતો, જેથી વિભાજન દરમિયાન થયેલી પીડા, સંઘર્ષ અને બલિદાનની સ્મૃતિ જળવાઈ રહે અને આવનારી પેઢીઓ ઇતિહાસમાંથી શીખ મેળવી શકે.
વિભાજનનો ઇતિહાસ માત્ર ભૂતકાળની ઘટના નથી; તે માનવતા, ઍકતા, શાંતિ અને સામાજિક સૌહાર્દનું મહત્વ સમજાવતો સંદેશ પણ છે. લાખો લોકોની વેદના અને સંઘર્ષને યાદ કરીને, તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી, દેશની ઍકતા અને અખંડિતતાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ જ આ સ્મૃતિ દિવસની સાચી ભાવના બની શકે છે.