Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

વલસાડમાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુકિત પ્રતિજ્ઞા અભિયાનનો પ્રારંભ

વલસાડમાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુકિત પ્રતિજ્ઞા અભિયાનનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ પ્રજા પિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ભારત સરકારના ઍમ.ઓ.યુ. સહયોગથી ૧૦ કરોડ નસામુખ પ્રતિજ્ઞા મહા અભિયાન પુરા ભારત દેશ, તેમજ નેપાળ, દેશમાં સફળતા પ્રા કરી છે. બી.કે. જીજ્ઞા સા ઍ જણાવ્યું હતું કે, પ્રધાન  મંત્રી  નરેન્દ્ર મોદીઍ  તા.૨ ઓગસ્ટના સવારે ૧૧ઃ૦૦ કલાકે આ મહા અભિયાનનો શુભ આરંભ કરેલો તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય લગભગ ૮૦ વર્ષથી મારા જન્મ પહેલાથી, મુખ્ય નિષ્ઠા સમાજ ચરિત્રવાન નાગરિક વ્યસનમુક્ત સમાજની સ્થાપના કરવાનું શુભ અને મહાકાવ્ય કરી રહેલ છે. આ ઉમદા કાર્યથી હું ઘણો પ્રભાવિત થયો છું, અને મને પૂરો વિશ્વાસ છે કે, સમગ્ર દેશમાં નશાવાન વ્યક્તિને નશા મુકત, પ્રતિજ્ઞા કરાવી સમાજમાં તેમનું મૂલ્ય વધારશે. તારીખ ૩ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ સુધી મા ૧૦ કરોડથી વધારે નશા મુક્તિ પ્રતિજ્ઞા કરાવશે.