Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

વલસાડમાં ચોમાસામાં ગટરની આડેધડ કામગીરીથી વાહન ચાલકો પરેશાન

વલસાડમાં ચોમાસામાં ગટરની આડેધડ કામગીરીથી વાહન ચાલકો પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ શહેરના વ્યસ્ત ગણાતા ધરમપુર રોડ પર આવેલ ય્ભ્જ્ ગ્રાઉન્ડ પાસે તંત્રની ભારે બેદરકારી સામે આવી છે. ચોમાસાની ચાલુ સીઝનમાં જ ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવતા આખો રસ્તો કાદવ-કીચડમાં ગરકાવ થઈ ગયો છે. યોગ્ય આયોજન વગર કરાતી આ કામગીરીને કારણે અકસ્માતનો ગંભીર ભય ઊભો થતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. સામાન્ય રીતે ચોમાસા પહેલાં પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ કરી લેવાની હોય છે, પરંતુ વલસાડમાં ચોમાસું જામ્યું છે ત્યારે જ ય્ભ્જ્ ગ્રાઉન્ડ નજીક ગટરનું ખોદકામ હાથ ધરાયું છે. વરસાદના કારણે ખોદાયેલી માટી રસ્તા પર પથરાઈ જતાં સમગ્ર વિસ્તાર ચીકણા કાદવ-કીચડમાં ફેરવાઈ ગયો છે. તેના લીધે ટુ-વ્હીલર ચાલકો સતત લપસી રહ્ના છે અને નાની-મોટી હોનારતો સર્જાઈ રહી છે. કામગીરી કરવી જરૂરી છે, પરંતુ ચોમાસામાં જ ખોદકામ કરીને લોકોને મોતભય નીચે ધકેલવાની આ લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે ઍવા સવાલો કર્યા છે. તંત્રની આ ઘોર બેદરકારીથી કંટાળીને ઍક જાગૃત નાગરિકે સ્થળ પરનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં રસ્તાની બતર હાલત અને કાદવના લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. નાગરિકે વીડિયો દ્વારા સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ભડાશ કાઢી ત્વરિત ઉકેલ લાવવા માગ કરી છે. કાદવ-કીચડવાળા રસ્તા પર તાત્કાલિક મેટલ/ગ્રીટ નાખી રસ્તો ચાલવા યોગ્ય બનાવવામાં આવે.
અકસ્માત ન સર્જાય તે માટે યોગ્ય સાઇનબોર્ડ અને બેરિકેટિંગ મૂકવામાં આવે, બેદરકાર કોન્ટ્રાક્ટર કે અધિકારી સામે કડક પગલાં લેવાય, જો તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.