Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

વાપી ઍસટી ડેપોમાં સફાઈ કરાઈ

વાપી ઍસટી ડેપોમાં સફાઈ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી ઍસટી ડેપોમાં ડેપો મેનેજર જયદીપ માહલાના વડપણ હેઠળ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. વાપી ટાઉનના જૂના અને નવા બંને બસ ડેપો પરિસરમાં યોજાયેલા આ અભિયાનમાં ઍસટી વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં કર્મચારીઓઍ સ્વૈચ્છિક રીતે સફાઈ કામગીરીમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર અરુણભાઈ આશી, ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ, હેડ મિકેનિક આર.કે. પટેલ, ક્લાર્ક ઈલેશભાઈ પટેલ સહિત વાપી ડેપોના કર્મચારીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વાપી ટાઉનના ઝંડા ચોક ખાતે આવેલ જૂનો બસ ડેપો તેમજ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ હંગામી ઍસટી ડેપોના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરી કચરો દૂર કરવામાં આવ્યો હતો. જાહેર પરિવહન સાથે સંકળાયેલા બસ ડેપો પરિસરને સ્વચ્છ અને સુંદર રાખવાના હેતુથી હાથ ધરાયેલી આ કામગીરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની ભાગીદારી નોંધપાત્ર રહી હતી.