Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

બલવાડામાં ખોટી સહી કરી ૩ કાકાભાઈઅો સાથે છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ

બલવાડામાં ખોટી સહી કરી ૩ કાકાભાઈઅો સાથે છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૧૩ ઃ ચીખલી તાલુકાના બલવાડા ગામે કાકા ભાઈઓ દ્વારા વડીલો પાર્જીત જમીનને જરાયતમાંથી બાગાયતમાં કરવા માટે ઍક ભાઈની ખોટી સહી કરી જેનો સાચા તરીકે ઉપયોગ કરી હોવાની હકીકત ભાઈને ખબર પડતા જેણે ત્રણ કાકા ભાઈઓ સામે ચીખલી પોલીસ મથકમાં છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના બલવાડા નિશાળ ફળિયા તા.ચીખલી ખાતે રહેતા સુમન રવજી પટેલ જેની વડીલો પાર્જીત જમીન જેનો ખાતા નંબર ૧૪૯ બ્લોક નંબર ૧૦૯ વાળી જમીન જે કાકા ભાઈઓ વચ્ચે મૌખિક રીતે ભાગ પડેલા છે જે જમીનને જરાયતમાંથી બાગાયતમાં ફેરવવા માટે કાકા ભાઈ ના દીકરા સંજય બાવા પટેલ, હિંમતબાવા પટેલ તથા વિનોદ સુખા પટેલ તમામ રહે બલવાડા નિશાળ ફળીયા તા. ચીખલી આ તમામે ઍકબીજા ના મેળાપીપળામાં સુમન રવજી પટેલની કોઈપણ જાતની સંમતિ વગર સમુન રવજી પટેલના આધાર કાર્ડ રજૂ કરી અને તેમાં નીચે ખોટી સહી કરી જેનો સાચા તરીકે ઉપયોગ કરી ચીખલી તાલુકા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. જેની જાણ ઘણા સમય બાદ સુમન રવજી પટેલને ખબર પડતા જેણે ચીખલી તાલુકા મામલતદાર કચેરીમાં આરટીઆઇ કરી માહિતી મેળવી હતી.
જોકે સુમન રવજી પટેલ જેને તારીખ ૧૫. ૧૨. ૧૯૯૦ ના રોજ વીજ કરંટ લાગેલો હોય જે બંને હાથે સહી કે અંગૂઠો પણ કરી શકે તેવી સ્થિતિમાં રહ્ના નથી અને તેનું સર્ટિફિકેટ પણ નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે આ ત્રણ ભાઈઓઍ કરેલું પરાક્રમ બહાર આવતા સુમન રવજી પટેલે આ ત્રણ ભાઈઓ વિરુંધ ચીખલી પોલીસમાં ફરિયાદ કરતા બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઈ પી.બી પટેલિયાઍ હાથ ધરી છે.