Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

ધરમપુરમાં વરસાદ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા નીકળી

ધરમપુરમાં વરસાદ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા નીકળી


ધરમપુર, તા. ૧૩ ઃ દેશપ્રેમ અને તિરંગા પ્રત્યેના ગૌરવ સાથે આજરોજ ધરમપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વરસાદ વચ્ચે પણ છત્રી અને રેઇનકોટ સાથે મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો, બાળકો અને વિદ્યાર્થીઓ તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા. ત્રણ દરવાજાથી શરૂ થયેલી યાત્રા નગરપાલિકા કચેરી, ઍસટી ડેપો, કુમારશાળા, લક્ષ્મીનારાયણ મંદિર, ટાવર, સમડી ચોક અને હાથીખાના સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. દરમિયાન ‘ભારત માતા કી જય’ના નારા ગુંજી ઉઠ્યા હતા અને વિવિધ સ્થળોઍ નગરજનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં ભાજપ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, તાલુકા પ્રમુખ શંકુતલાબેન, ધરમપુર પ્રાંત અધિકારી, મામલતદાર ઍચ ઍમ ધોળીયા, ભાજપ આદિજાતિ મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ કેતનભાઈ વાઢુ, નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી, અમિતભાઈ ચોરેરા, શિક્ષણ ચેરમેન નરેશભાઈ પટેલ, શહેર મહામંત્રી અક્ષયભાઈ ચૌધરી, પાલિકા ઉપપ્રમુખ ઉમાબેન, બાંધકામ ચેરમેન સમીપભાઈ રાચ, પૂર્વ જિલ્લા મહામંત્રી ગણેશભાઈ બિરારી સહિતના આગેવાનો, નગરપાલિકાના સભ્યો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત તાલુકામાં વાવ ચોકડી સર્કલથી બિરસા મુંડા સર્કલ થઈ કરજવેરી બોર્ડર પેટ્રોલ પંપ સુધી પણ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વરસાદ વચ્ચે યોજાયેલી બંને યાત્રાઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રની ઍકતાનો સંદેશ જોવા મળ્યો હતો.