Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

વલસાડ જિલ્લાની આશા વર્કર બહેનોને બે વર્ષની બાકી રકમ ચુકવવા માંગ

વલસાડ જિલ્લાની આશા વર્કર બહેનોને બે વર્ષની બાકી રકમ ચુકવવા માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દિવસ-રાત   સેવાઓ આપતી આશા વર્કર બહેનોને છેલ્લા બે વર્ષથી તેમની કામગીરીનું પ્રોત્સાહક રકમ અને મહેનતાણું ન મળતા તેમની આર્થિક સ્થિતિ અત્યંત ગંભીર બનતા જે  બાબતે મહિલા શક્તિ સેના દ્વારા વલસાડ ડી.ડી.ઓ. અને  સી. ડી. ઍચ. ઓ.  ને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ચૂકવણું કરવા રજૂઆત કરવામાં આવી છે.
 મહિલા શક્તિ સેના દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં આશા વર્કર બહેનો છે. વાડાના અને ડુંગરાળ વિસ્તારો સુધી સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓ પહોંચાડવાનું મહત્વપૂર્ણ કામ કરી રહી છે. તેઓ આધાર કાર્ડ સંબંધિત કામગીરી, આભા કાર્ડ બનાવવાની કામગીરી, ભ્પ્થ્ખ્ળ્ યોજનાના ફોર્મ ભરાવવા, ટીબી સંબંધિત માહિતી ઍકત્ર કરવી તેમજ ઘરે-ઘરે જઈને આરોગ્ય સંભાળ પૂરી પાડવાનું કામ કરે છે.
મોંઘવારીના આ સમયમાં અને હાલ નવી શૈક્ષણિક સત્ર શરૂ થતાં બાળકોની ફી, પુસ્તકો અને ગણવેશના ખર્ચને પહોંચી વળવામાં આશા વર્કર બહેનો અને તેમના પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. બહેનોની છેલ્લા બે વર્ષથી બાકી નીકળતી પ્રોત્સાહક રકમ અને મહેનતાણું ત્વરિત ચૂકવવામાં આવે, બાકી રકમની તાલુકાવાર અને આશા વર્કરવાર વિગતો તૈયાર કરી સરકારી ખાતામાં જમા કરવામાં આવે,  જે માટે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંસ્થાઓને લેખિતમાં જવાબ આપવામાં આવે. આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક અને હકારાત્મક પગલાં ભરવામાં આવે તેવી આશા વર્કર બહેનો અને સંગઠન દ્વારા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.