Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

આજે વલસાડમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાશે

આજે વલસાડમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ અને બલિદાનની સ્મૃતિમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૬-૩૦ કલાકે વલસાડ શહેરના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન કરાયુ છે.
 વિભાજનની વેદનાને સ્મરીઍ, બલિદાનને નમન કરીઍ ટેગલાઈન સાથે યોજાનાર આ કાર્યક્રમમાં વિભાજનની કરૂણ યાદોને સ્મરી, તેનો ભોગ બનેલા લાખો નાગરિકોના સંઘર્ષ, ધૈર્ય અને બલિદાનને નમન કરીશુ. સાથે જ આવનારી પેઢીને ઈતિહાસની આ કરૂણ ઘટનાથી પરિચિત કરાવી શાંતિ, ઍકતા અને માનવતાના મૂલ્યો પ્રત્યે સંકલ્પબધ્ધ થઈશું.
કાર્યક્રમમાં વંદે માતરમ પૂર્ણ સ્વરૂપનું સામૂહિક ગાન કરાશે. વિભાજન વિભીષિકા વિષયક ડોક્યુમેન્ટરીની પ્રસ્તુતિ કરાશે. વિભાજનઃ ઍક આતંક વિષય પર નાટક રજૂ કરાશે.  સંઘર્ષ ગાથાની પ્રસ્તુતિ કરાશે ત્યારબાદ સાંજે ૭-૩૧ કલાકે મોરારજી દેસાઈ ઓડિટોરીયમથી કેન્ડલ માર્ચનો પ્રારંભ થશે, જે આઝાદ ચોક ખાતે પહોંચશે.  જેમાં સૌ વલસાડવાસીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.