Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

ધોળીપાડામાં શ્રીમદ્ ભાગવત સાહનો ભક્તિમય પ્રારંભ

ધોળીપાડામાં શ્રીમદ્ ભાગવત સાહનો ભક્તિમય પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૩ ઃ તાલુકાના ધોળીપાડા ખાતે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા સાંસ્કૃતિક હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત સાહનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો હતો. ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાનેથી ૧૦૮ પોથીની વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી કથા સ્થળે પહોંચી હતી.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લે કથાના આયોજક ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા સંયોજક વિજયભાઈ પાટકર દ્વારા કરવામાં આવેલા આયોજનની પ્રશંસા કરી હતી. ત્યારબાદ સંગીતમય કથાના માધ્યમથી ઉપસ્થિત શ્રોતાભક્તોને શ્રીમદ્ ભાગવત કથાનો સાર સંભળાવ્યો હતો. કથાના પ્રારંભ પ્રસંગે આશરે ૨,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા અગ્રણી બિલ્ડર રાજેશભાઈ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નિરવ શાહ, સરીગામ નોટિફાઇડ બોર્ડના ચેરમેન તથા ઉમરગામ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ તથા ઉમરગામ નગરપાલિકાના ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હાનું ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા આયોજકો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રીમદ્ ભાગવત સાહ દરમિયાન વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કથા વિરામ બાદ દરરોજ સાંજે ભક્તો માટે મહા-સાદનું આયોજન કરાયું છે. સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોળીપાડા દ્વારા સાંસ્કૃતિક હોલ ખાતે આ આઠમી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દરમિયાન ઉમરગામ તાલુકાની આઠ જિલ્લા પંચાયત બેઠકો હેઠળની ગ્રામ પંચાયતોમાંથી આશરે ઍક લાખ જેટલા શ્રોતાભક્તો કથાનું રસપાન કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ભવ્ય અને દિવ્ય આયોજનને સફળ બનાવવા સહયોગ આપનાર તમામનો ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઍપીઍમસી ડિરેક્ટર વિજયભાઈ પાટકર તથા સાંસ્કૃતિક વિકાસ મંડળના સભ્યોઍ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તમામ શ્રદ્ધાળુઓને શ્રીમદ્ ભાગવત સાહમાં ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું.