Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

કાલય હળપતિ આશ્રમમાં નવી લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું

કાલય હળપતિ આશ્રમમાં નવી લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૩ ઃ  રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા શૈક્ષણિક અને સામાજિક સેવા ક્ષેત્રે ઍક વધુ સરાહનીય પહેલ કરવામાં આવી હતી. મંગળવાર, તા.૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ હળપતિ આશ્રમ, પાલીકરમબેલી ખાતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે નવી લાયબ્રેરીનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું.
આ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે ૨૦ ખુરશીઓ, ૫ ટેબલ, ૨ કબાટ તથા આશરે ૧૫૦ જેટલા પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટને રોટરી ક્લબ ઓફ સરીગામના પ્રમુખ રોટે. રેશમા રાવ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધે, જ્ઞાનનો વિસ્તાર થાય અને અભ્યાસ માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ બને તે હેતુથી લાયબ્રેરી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા માંડા પ્રાથમિક શાળાના આશરે ૨૦૦ વિદ્યાર્થીઓને પુસ્તકો તથા સ્ટેશનરીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ માટે દિપક નંદા, પ્રવીણભાઈ છાજેડ, ડો.આશિષ અને ડો. જ્હાન્વી આરેકર દ્વારા સ્પોન્સરશિપ આપવામાં આવી હતી.
રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન અને જરૂરી શૈક્ષણિક સામગ્રી મળી રહી છે. રોટરી ક્લબની આ પહેલને વાલીઓ, શિક્ષકો તથા ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સરીગામનાં સભ્યો, ગ્રામજનો, શિક્ષક મિત્રો, શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્ના હતા.