Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ગણદેવીના કાઠાં વિસ્તારમાં લોકોને સહાય વિતરણ કરાઈ

ગણદેવીના કાઠાં વિસ્તારમાં લોકોને સહાય વિતરણ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૨ ઃ માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ભાવના જ્યારે માનવતા સાથે ભળે છે. ત્યારે સમાજ માટે ઍ આશીર્વાદરૂપ બની જાય છે. મૂળ દેવધા ગામના ભેંસલા ફળિયાના વતની અને હાલ મુંબઈ સ્થિત દાતા મહેન્દ્રભાઈ રઘુભાઈ પટેલ અવારનવાર કાંઠા વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવી માનવતાનો દિવ્ય દીવો પ્રગટાવી રહ્ના છે.
તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં રેલના પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. આવી કુદરતી આપત્તિના સમયે લોકોની સુરક્ષા સુનિડ્ઢિત કરવા મહેન્દ્રભાઈ પટેલે ફરી ઍકવાર ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બુધવારના રોજ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં બીલીમોરા પોલીસ ઇન્સપેક્ટર અશ્વિન સરવૈયા, દર્પણ પટેલ તેમજ વિવિધ ગામોના તલાટી કમ મંત્રીઓ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પૂર અને રેલ જેવી કટોકટીની સ્થિતિમાં બચાવ કાર્ય ઝડપી બની શકે તે હેતુથી ગણદેવી તાલુકાની ભાઠા, મોરલી-કલમઠા,છાપર, સરીખુરદ, દેવધા (ભેંસલા) અને સરીબુજરંગ (લુસવાડા) ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ બે લાઇફ સેવિંગ સ્વિમિંગ રિંગ તથા મજબૂત દોરડા અર્પણ કરવામાં આવ્યા હતા.