Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

તોરણવેરાથી ૭ ટન ખેરના લાકડા સાથે બે ઝડપાયા

તોરણવેરાથી ૭ ટન ખેરના લાકડા સાથે બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૧ ઃ ચીખલી વન વિભાગે બાતમી આધારે ખેરગામ તાલુકાના તોરણવેરા ગામેથી છોલેલો તૈયાર ખેરનો જથ્થો આશરે ૭ ટન જેટલો જથ્થો જેની કિંમત આશરે રૂપિયા ચાર લાખ થવા પામે છે જે ઝડપી પાડી બે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 ચીખલી વન વિભાગના આરઍફઓ ચંદ્રિકાબેન તેમજ ખેરગામ બીટના નિકિતાબેન પટેલે સોમવારે સાંજે બાતમી આધારે ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે રિતેશ ઈશ્વર જગન પટેલની વાડીમાંથી તૈયાર છોલેલો આશરે ૭  ટન જેટલો ખેરનો જથ્થો જેની કિંમત રૂપિયા ૪ લાખ થવા પામે છે જે કબજે કરી વધુ તપાસ આદરતા ઉપરોક્ત ખેરનો જથ્થો ખેરગામ તાલુકાના નડગધરી ગામે રહેતા શૈલેષ શંકર પટેલનો ખેરનો જથ્થો હોવાનું બહાર આવવા પામ્યું હતું આ ખેરનો જથ્થો ક્યાં લઈ જવામાં આવી રહ્ના હતો તે બાબતની તપાસ વન વિભાગના અધિકારીઓઍ હાથ ધરી છે.