Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ડુંગરા દેસાઈવાડથી કોલોનીનો માર્ગ બિસ્માર

ડુંગરા દેસાઈવાડથી કોલોનીનો માર્ગ બિસ્માર


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૪માં દેસાઈવાડથી ડુંગરા કોલોની તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઍક મહિનાથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે.
વાપીથી સેલવાસ તરફ જતા મુખ્ય માર્ગ પરથી દેસાઈવાડ થઈ પાણીની ટાંકી, બુલેટ ટ્રેનના સર્વિસ રોડ થઈ ડુંગરા કોલોની સુધી પહોંચતા દેસાઈવાડનો આ માર્ગ ઉપર હાલત દયનીય બની છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જ્યારે રાહદારીઓ માટે પણ પસાર થવું જોખમી બન્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર - ૪ના ચૂંટાયેલા ચાર સભ્યો પૈકી બે આજ માર્ગ ઉપર રહે છે અને અન્ય ઍક સભ્યો વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પણ છે. જેઓની સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જોકે ડુંગરા દેસાઈવાડથી ડુંગરા કોલોની તરફનો માર્ગ પરથી ડુંગરા ઇન્ડસ્ટ્રીયલ ઝોન તેમજ વસાહત વિસ્તાર આવેલો છે. જેને લઇ તાત્કાલિક આ માર્ગ રીપેર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્ના છે.