Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારડીની હનુમાન ડુંગરી પ્રા. શાળામાં વિદ્યાર્થીઅોને યુનિયોર્મ વિતરણ કરાયા

પારડીની હનુમાન ડુંગરી પ્રા. શાળામાં વિદ્યાર્થીઅોને યુનિયોર્મ વિતરણ કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ  પારડી સ્થિત હનુમાન ડુંગરી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૪-૫ વર્ષથી સતત ચાલતી આ સામાજિક સેવાની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ધોરણ ૧ થી ૫ ના જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ગણવેશ આપવામાં આવ્યા હતા હનુમાન ડુંગરી પ્રાથમિક શાળા, જેની સ્થાપના પ્રવીણભાઈ ટંડેલના પિતાજી દ્વારા કરવામાં આવી હતી, જે શાળા આજે ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહી છે. હાલમાં શાળાના નવા મકાનનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી શિક્ષણ કાર્ય આંગણવાડીના સ્થળે ચલાવવામાં આવી રહ્નાં છે. સુવિધાઓની અછત વચ્ચે પણ શાળા પરિવાર અને દાતાઓના સહયોગથી શિક્ષણનો દીપક પ્રજ્વલિત રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં દાતા અનવરભાઈ મણિયાર પરિવારના રિયાઝભાઈ બદરુભાઈ મણિયાર અને સાબીર અનવરહુસૈન મણિયારના આર્થિક સહયોગથી આશરે ૩૫ થી ૩૬ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ શાળામાં બાળકોની હાજરી અને સંખ્યા વધારવાના ઉદ્દેશ્યથી રેઇનકોટ અને સ્કૂલ બેગ જેવી જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનવરભાઈ ઍ જણાવ્યું કે છેલ્લા ૪-૫ વર્ષથી અમે અહીં બાળકોને ગણવેશ આપીઍ છીઍ. પૂર્વ આચાર્ય વિદ્યાબેનના પ્રસ્તાવથી શરૂ થયેલી આ સત્કાર્ય આજે પણ ચાલુ છે.
ગણવેશ મળવાથી બાળકો ખુશ થાય છે અને શાળામાં બાળકોની સંખ્યા પણ વધી રહી છે આ પ્રસંગે લ્પ્ઘ્ સભ્ય પ્રવીણભાઈ ટંડેલ, સૈયદ ઇલ્મુદ્દીનભાઈ, ઇદ્રીસભાઈ શેખ, પૂર્વ આચાર્ય વિદ્યાબેન, કલ્પનાબેન તેમજ શિક્ષિકા તેજલબેન સહિતના મહાનુભાવો, ગ્રામજનો અને વડીલો ઉપસ્થિત રહ્ના હતા.