ચણોદથી કિશોર ભેદી રીતે ગુમ
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપીના ચણોદ કોલોની સ્થિત સાંઈ શ્લોકા રેસીડેન્સી રૂમ નં. સી-૩૦૩ માં રહેતો કિશોર અંશ શ્યામચરણ છોટેલાલ યાદવ તા. ૦૮/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧ થી ૧ઃ૩૦ વાગ્યા દરમિયાન ઘરેથી ગુમ થયો હોવાની ફરિયાદ પિતાઍ નોîધાવી છે.
બનાવની વિગત મુજબ ૮ ઓગસ્ટે બપોરે ૧૨ વાગ્યે તેમના પત્ની અનીતા યાદવનો ફોન આવ્યો હતો કે અંશના સ્કૂલના રિઝલ્ટમાં માર્ક્સ ઓછા આવતા તેને ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ અંશ ઘરે જ હતો. બપોરે ૧ઃ૪૫ વાગ્યે પત્નીઍ ફરીથી ફોન કરી જણાવ્યું કે અંશ ઘરમાં નથી અને ઘરનો દરવાજો બંધ કરીને ગયો છે.
પરિવારે આજુબાજુ અને સગા-સંબંધીઓમાં તપાસ કરી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કિશોર બપોરે ૧ઃ૧૮ વાગ્યે સોસાયટીની બહાર નીકળતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તે ક્યાં ગયો તેની કોઈ માહિતી મળી નથી. અંશના શરીરે કાળા રંગની હાફ બાયની ટી-શર્ટ અને કાળા રંગનો હાફ પેન્ટ પહેરેલ છે. પોલીસે યુવાનની ચણોદ વિસ્તાર, વાપી બજાર અને રેલ્વે-બસ સ્ટેશન ખાતે શોધખોળ કરી છે. અપહરણની આશંકાઍ વાપી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
