Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

માલવણ હાઈવે પર કાર અડફેટે બાઈક ચાલકોનું મોત

માલવણ હાઈવે પર કાર અડફેટે બાઈક ચાલકોનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ તાલુકાના માલવણગામે ખારીયા ફળિયામાંથી પસાર થતા રસ્તા પર ઍક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ચીખલીના ઍક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની પત્ની અને દોઢ વર્ષની દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ચીખલી તાલુકાના સોલધરા ગામના નાયકી વાડમાં રહેતા અજયભાઈ પટેલ તેમની પત્ની પીનલબેન અને દોઢ વર્ષની દીકરી સાથે પોતાની બાઇક નંબર ઃ ઞ્થ્-૨૧-ગ્વ્-૨૬૧૦ પર જઈ રહ્ના હતા. તે દરમિયાન માલવણ ગામના ખારીયા ફળિયા પાસેથી પસાર થતી વેળાઍ પૂરઝડપે આવી રહેલી ઍક કાર નંબર ઞ્થ્-૧૫-ઘ્પ્-૨૫૦૮ ના ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં અજયભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની પીનલબેન પટેલ અને દોઢ વર્ષની નાની દીકરીને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત પત્ની અને બાળકીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, દોઢ વર્ષની માસૂમ દીકરી હાલત સારી  હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.