બાબરખડક પ્રા. શાળાના ખેલાડીઅોઍ ઍથલેન્ટીકસ સ્પર્ધામાં ૧૩ મેડલો મેળવ્યો
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૧૦ ઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, વલસાડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતો અંતર્ગત નાનાપોંઢા તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં બાબરખડક પ્રાથમિક શાળાના ખેલાડીઓઍ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર તાલુકામાં શાળાનું ગૌરવ વધાર્યું છે.
ઍથ્લેટિક્સ સ્પર્ધામાં શાળાના ખેલાડીઓઍ કુલ ૧૩ મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં ૮ સુવર્ણ, ૧ રજત અને ૪ કાંસ્ય મેડલનો સમાવેશ થાય છે. ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શનથી શાળા પરિવાર તેમજ સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. વિજેતા ખેલાડીઓમાં મહિમાઍ ૧૦૦ મીટર દોડમાં પ્રથમ તથા ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય, અલસિફાઍ ૨૦૦ મીટર દોડ અને ૮૦ મીટર વિઘ્ન દોડમાં પ્રથમ, વૈભવીઍ ૪૦૦ મીટર દોડમાં પ્રથમ, સંજનાઍ ઊંચી કૂદમાં પ્રથમ તથા ૪૦૦ મીટર દોડમાં તૃતીય, માહીઍ ચક્કા ફેંકમાં તૃતીય, અંશે ૪૦૦ મીટર દોડ અને ઊંચી કૂદમાં પ્રથમ, હેત્વિકે ૮૦ મીટર વિઘ્ન દોડમાં પ્રથમ તથા ૧૦૦ મીટર દોડમાં તૃતીય અને પ્રિયાંશે ઊંચી કૂદમાં તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થીઓની આ ભવ્ય સિદ્ધિ પાછળ તેમની અથાગ મહેનત, નિયમિત તાલીમ, શિક્ષકોનું પ્રેરણાદાયી માર્ગદર્શન અને વાલીઓનો સતત સહયોગ રહેલો છે. ખેલાડીઓને રમતગમત માર્ગદર્શક ગણેશભાઈ ઍલ. જાદવ, શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શિક્ષકવૃંદ દ્વારા સતત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી, જેના પરિણામે શાળાને આ ઐતિહાસિક સફળતા પ્રા થઈ છે.શાળાની આ ગૌરવસભર સિદ્ધિ બદલ ગામના આગેવાનો, શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ, શિક્ષણપ્રેમીઓ તથા રમતપ્રેમીઓઍ તમામ વિજેતા ખેલાડીઓ, માર્ગદર્શક શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
