Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીમાં જડીબુટ્ટી દિવસ ઉજવાયો

વાપીમાં જડીબુટ્ટી દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ ં પ્રભુ ઉપવન, જી.આઈ.ડી.સી., વાપીમાં પતંજલિ મહિલા યોગ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાત રાજ્ય પતંજલિ મહિલા પ્રભારી તનુજાબેનના માર્ગદર્શન  હેઠળ જડીબુટ્ટી દિવસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત રાજ્ય કાર્યકારિણી સભ્ય આદરણીયા શીલાબેન વશીઍ ઔષધીય છોડોના મહત્વ તથા તેમના આરોગ્યલાભ અંગે માહિતી આપી અને સૌને ઔષધીય છોડ વાવવાનો તથા તેમનું સંરક્ષણ કરવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમની મુખ્ય અતિથિ ઍડવોકેટ તથા નોટરી આદરણીયા રશ્મિકાબેન મહેતા રહ્ના. વિશિષ્ટ અતિથિઓમાં ઍલ.ઈ. ઉડાનની પ્રમુખ રેખાબેન ચિતે, દમણ જિલ્લા મહિલા અધ્યક્ષ આદરણીયા વર્ષાબેન તથા નર્સરી સંચાલિકા પ્રીતિબેન ગર્ગ ઉપસ્થિત રહ્નાં હતાં. અતિથિઓના કરકમળોથી યોગ સાધકોને હાડજોડ, ઍલોઇવેરા (ધૃતકુમારી), અર્જુન, સહજન, નીમ, પીપળ, બ્રાહ્મી, નાગદૌન, નાગરવેલ, દમબેલ સહિત વિવિધ ઔષધીય છોડોનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનો -ારંભ પર્યાવરણ શુદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે વૈદિક યજ્ઞથી થયો. આ અવસરે યોગ સાધકોઍ આકર્ષક યોગકૃતિઓ તથા કઠિન યોગાસનોનું પ્રદર્શન પણ કર્યું. કાર્યક્રમના સફળ આયોજનમાં શીલાબેન વશી તથા મહિલા પતંજલિ યોગ સમિતિની ટીમનું નોંધપાત્ર યોગદાન રહ્નાં.