બાલચોંડીની અંબેમાતા કન્યા વિધાલયમાં વિવિધ સ્પર્ધા યોજાઈ
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૧૦ ઃ નાનાપોંઢા તાલુકાના બાલચોંડી સ્થિત ચાલતી અંબેમાતા કન્યા વિદ્યાલયમાં શાળા સંચાલકનાં ડાયરેક્ટર હર્ષદભાઈ પટેલ શાળાના આચાર્ય જયદીપભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધો. ૯થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મહેંદી સ્પર્ધા, આરતી થાળી શણગાર, કેશ ગુફન સ્પર્ધામાં પ્રથમ અને રાખડી બનાવવાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદશન કરતા બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપી વિજેતા જાહેર કર્યા હતાં. આ વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા થયેલા વિદ્યાથીઓને શાળાના આચાર્ય જયદીપ મહેતા અને શિક્ષક સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં.
