Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીની આર.કે. દેસાઈ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

વાપીની આર.કે. દેસાઈ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું લોકનૃત્ય કરતા અમારા ઍફ.વાય. બી.ઍડ.ના તાલીમાર્થીઓ આ દિનની ઉજવણી નિમિત્તે અમારી સંસ્થાના જ્.ળ્.ગ્.ચ્ફુ.ના તાલીમાર્થીઓ   આદિવાસી સંસ્કૃતિને સમજે અને  આદિવાસી સમાજનું પ્રચલિત આદિવાસી નૃત્ય કરી શકે ઍ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન  અમારી જ સંસ્થાના ડૉ. જયંતિલાલ. બી. બારીસ, ડૉ. વિમુખ પટેલ, પ્રા. પિયુષ પટેલ દ્વારા  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ તાલીમાર્થીઓ અને અધ્યાપકો પણ ઉત્સાહ સભર જોડાઈ આદિવાસી લોકગીત, લોક વાયકાત જેવી કૃતિઓ તેમજ લોકનૃત્ય કરી આનંદ વ્યક્ત કર્યો હતો અને સાથે ઍસ. સી, ઍસ.ટી સેલની રચના પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈષ્ણવી ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું.અંતે આચાર્ય ડૉ. પ્રીતિબેન ચૌહાણઍ સર્વ તાલીમાર્થીઓને આદિવાસી દિવસની શુભકામનાઓ સાથે આશીર્વચન આપ્યા હતાં. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મીલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ તેમજ આચાર્ય ડો. પ્રીતિ ચૌહાણે અભિનંદન પાઠવ્યા હતાં.