કોરવડ અને બિલપુડી બીઆરઍસ કોલેજમાં આદિવાસી દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૦ ઃ ધરમપુર તાલુકાના કોરવડ અને ગ્ય્લ્ કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય મણિલાલભાઈ ગાવીત, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ગણેશભાઈ બિરારી, વલસાડ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પ્રભાકર યાદવ, પાનવા ગામના સરપંચ સતિષભાઈ ચૌધરી, સતિષભાઈ બારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધરમપુર તાલુકાના વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને યુવાનો ઍકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન આદિવાસી પરંપરાગત નૃત્ય અને વાજિંત્રોની તાલે ઉપસ્થિત લોકો ઝૂમી ઉઠ્યા હતા.
ગ્ય્લ્ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓઍ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકકલા જળવાઈ રહે તે માટે સૌઍ ઍકતાની ભાવના સાથે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને પરંપરાગત નૃત્ય-સંગીતથી સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું.
