સંજાણમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૦ ઃ ‘હર ઘર તિરંગા’ અને ‘ચલો તિરંગા’ અભિયાન અંતર્ગત સંજાણ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ભાજપના આગેવાનોની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, કાર્યકરો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતાં. સંજાણના મોહનભાઈ સલાટના કાર્યાલય ખાતેથી સવારે ૯ઃ૩૦ કલાકે શરૂ થયેલી તિરંગા યાત્રા રેલવે સ્ટેશન થઈ ઉદવા રોડ તરફ આગળ વધી હતી અને આશરે ૩ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તેનું સમાપન થયું હતું. હાથમાં તિરંગા લઈને મોટી સંખ્યામાં જોડાયેલા લોકોના દેશભક્તિના નારા સાથે સમગ્ર સંજાણ દેશભક્તિના રંગે રંગાયું હતું. ‘ભારત માતા કી જય’ સહિતના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. યાત્રામાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ તાલુકા પ્રભારી મુકેશભાઈ તિવારી, મહામંત્રી કમલેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, ઉપપ્રમુખ હાર્દિકભાઈ શાહ, તાલુકા પંચાયત સભ્ય તેજા રામ, દહાડ સરપંચ નરેન્દ્ર નાયક, ઍપીઍમસી ડાયરેક્ટર વિજય પાટકર, વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેશભાઈ વડવી, ચિરાગભાઈ, મયુરીબેન, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી સહિત ભાજપ મહિલા મોરચા, યુવા મોરચાના આગેવાનો-કાર્યકરો તેમજ ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ નિરવભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં. આ પ્રસંગે આગેવાનોઍ જણાવ્યું હતું કે, દેશની આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી સહિતના રાષ્ટ્રીય આગેવાનોઍ લોકોમાં રાષ્ટ્રભાવના અને જાગૃતિ ફેલાવી હતી. સામાન્ય નાગરિકોને સાથે જોડીને સ્વતંત્રતાની ચળવળને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ જ રાષ્ટ્રભાવનાને નવી પેઢી સુધી પહોંચાડવા ‘હર ઘર તિરંગા’ અને ‘ચલો તિરંગા’ જેવા અભિયાનો દ્વારા લોકોને જોડવામાં આવી રહ્ના છે. વર્ષ ૨૦૪૭માં ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે વિકસિત અને સશક્ત ભારતના સંકલ્પ સાથે દેશભરમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને તેવા કાર્યક્રમો યોજાઈ રહ્ના હોવાનું જણાવાયું હતું. તિરંગા યાા દરમિયાન યુવાનોમાં રાષ્ટપ્રેમ અને દેશ પ્રત્યેની જવાબદારી વધારવા સાથે નશામુક્ત યુવા, જાગૃત સમાજ અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર યાત્રામાં ઍક જ ભાવના જોવા મળી હતી ‘મારો દેશ, મહાન દેશ’. યાત્રાને સફળ બનાવવા બદલ ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા ભાજપ પ્રમુખ નિરવભાઈ શાહ સહિત તમામ આયોજકો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવનાર સંજાણની જનતા, યુવાનો, મહિલાઓ, વેપારીઓ અને સામાજિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
