Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ગુંદલાવમાં અભિવાદન સમારોહ યોજાયો

ગુંદલાવમાં અભિવાદન સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ ગણદેવી સુગર ફેક્ટરીની ૨૦૨૬ ની ચૂંટણીમાં સમન્વય પેનલના ભવ્ય વિજયની ઉજવણી કરવા માટે વલસાડમાં ઍક વિશેષ અભિવાદન સમારોહ યોજાયો કરવમાં આવ્યું હતું
કલવાડાના વતની અને ધાર્મિક અને સામાજિક કાર્યકર જયેશભાઈ પટેલ દ્વારા સમસ્ત પેનલના સન્માન માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અને સભાસદો ઉપસ્થિત રહ્ના હતા.
ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સમન્વય પેનલની ઐતિહાસિક જીતને વધાવી લેવા માટે વલસાડના ગુંદલાવ ઞ્ત્ઝ઼ઘ્ માં  આવેલા જય પોલીવિનાઇલ ઇન્કોર્પોરેશનમાં ઍક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ધાર્મિક અને સામાજિક સેવાના અગ્રણી કાર્યકર તેમજ શુભેચ્છક  જયેશભાઈ પટેલ (શ્લ્ખ્, કલવાડા) દ્વારા સમસ્ત સમન્વય પેનલના સન્માનમાં આ અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
 જેમાં વિશાળ સંખ્યામાં સભાસદો અને ખેડૂતોઍ ઉત્સાહભેર હાજરી આપી હતી. આયોજક જયેશભાઈ પટેલ દ્વારા વલસાડ ઝોન-વિભાગ ૧૦ ના વિજેતા ઉમેદવાર કમલ પટેલ અને સમન્વય પેનલની સમગ્ર ટીમનું મંચ પર વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણદેવી સુગર ફેક્ટરીના ભીષ્મ પિતામહ અને પેનલના કન્વીનર જયંતિભાઈ બાવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. સન્માનના પ્રત્યુત્તરમાં કમલ પટેલે આ સુંદર આયોજન બદલ જયેશભાઈ પટેલનો અને મતદાતાઓ દ્વારા મુકવામાં આવેલા અતૂટ વિશ્વાસ બદલ તમામ સભાસદોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.જયેશભાઈ પટેલ (કલવાડા)ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમે સહકાર અને પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.