Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વલસાડમાં ઉમિયા સોશયલ ટ્રસ્ટે ઘરે ઘરે રાહત કિટનું વિતરણ કર્યું

વલસાડમાં ઉમિયા સોશયલ ટ્રસ્ટે ઘરે ઘરે  રાહત કિટનું વિતરણ કર્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ ટીમ ઉમિયા સોશયલ ટ્રસ્ટ, વલસાડ’ દ્વારા પ્રથમ તબક્કામાં વલસાડના દાણાબજારમાં વેપારીઓને સાફ-સફાઈમાં મદદ કરવાની સાથે હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ નાં ગામોમાં  અનાજની કિટ તેમજ ચટાઈ, મચ્છરદાની, ચાદર, ટુવાલ અને બ્લેન્કેટની કિટ બનાવી વિતરણ  કરવામાં આવી હતી.
આ વર્ષે વલસાડના ઇતિહાસમાં પ્રથમ વખત અણધાર્યા મુશળધાર વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી અનારતથી દર વખત કરતાં પણ વધુ તકલીફ અને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં આખા ને આખા ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. આ કપરી પરિસ્થિતિમાં દર વખતની જેમ ૅમાનવ સેવા ઍ જ પ્રભુ સેવૉ ના પોતાના સૂત્રને ચરિતાર્થ કરતા ‘ટીમ ઉમિયા સોશયલ ટ્રસ્ટ, વલસાડ’ દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.-થમ તબક્કામાં વલસાડના દાણાબજારમાં વેપારીઓને સાફ-સફાઈમાં મદદ કરવાની સાથે હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂરથી પ્રભાવિત લોકોને અનાજની કિટ તેમજ ચટાઈ, મચ્છરદાની, ચાદર, ટુવાલ અને બ્લેન્કેટની કિટ બનાવીને આપાતકાલીન સહાય પૂરી પાડવામાં આવી હતી. વલસાડ નાં વેજલપોર,  હનુમાન ભાગડા, પારડી સાંઢપોર શેઠિયા નગર, હિંગરાજ, મોગરાવાડી, નવેરા, પરવાસા જેવા ગામો અને વિસ્તારોમાં ઘરે ઘરે જઈ કીટ વિતરણ  કરવામાં આવી હતી.