Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વલસાડમાં રેલ્વે અોવરબ્રીજનો ગાંધીનગરની ટીમ દ્વારા સર્વે કરાયો

વલસાડમાં રેલ્વે અોવરબ્રીજનો  ગાંધીનગરની ટીમ દ્વારા સર્વે કરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહારની સમસ્યા નિવારવા અને ટ્રાફિકને સુગમ બનાવવા માટે ધારાસભ્ય ભરતભાઈ પટેલે ઍક મહત્વની જાહેરાત કરી છે. વલસાડ નાં ?છીપવાડ  થી પારડી-સાંધપોર તરફ જતા રૂટ પર રેલ્વે ઓવરબ્રિજ (ય્બ્ગ્) ના નિર્માણ માટે મહત્વનું કદમ ઉઠાવાયું છે. આ પ્રજેક્ટ સંદર્ભે ઞ્શ્ઝ઼ઘ્ (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન), ગાંધીનગરના કન્સલ્ટન્ટ અધિકારીઓ તેમજ વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જઈને વિસ્તૃત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
વલસાડ નાં  છીપવાડ, વલસાડ થી પારડી અને સાંઢપોર જોડતો રૂટ  પર સ્થાનિક ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ગાંધીનગર ઞ્શ્ઝ઼ઘ્ ના ઉચ્ચ અધિકારીઓ અને કન્સલ્ટન્ટ ટીમ તેમજ વલસાડ નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા.
 ટ્રાફિક મુક્ત વાહનવ્યવહાર અને બ્રિજના સુચારુ નિર્માણ માટે ટેકનિકલ સર્વે, છીપવાડ અને સાંધપોર વિસ્તારના લોકોને અવારનવાર ભોગવવી પડતી ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે આ બ્રિજનું નિર્માણ  મહત્વનું છે. સર્વેની કામગીરી પૂર્ણ થતાં જ આગળની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવશે.
આ ઓવરબ્રિજ બનવાથી સ્થાનિક રહાવાસીઓ અને દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકોનો સમય બચશે અને અકસ્માતનો ભય ઘટશે. સર્વેની કામગીરી પૂર્ણ થતાં હવે આગળની મંજૂરીઓ મેળવીને વહેલી તકે કામગીરી શરૂ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.