Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ખજુરડી ગામ પરિવાર દ્વારા પુરગ્રસ્તોને રાહત સામગ્રીનુ વિતરણ કરાયું

ખજુરડી ગામ પરિવાર દ્વારા પુરગ્રસ્તોને રાહત સામગ્રીનુ વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વહાલમાં જ વલસાડ જિલ્લામાં આવેલ પૂરની પરિસ્થિતિને કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. આવી કપરી પરિસ્થિતિમાં પૂર અસરગ્રસ્તો માટે ‘ખજુરડી ગામ પરિવાર’ ઍક સાચા વરદાન રૂપ સાબિત થયો છે. ખજુરડી ગામ પરિવાર, ગામલોકો અને વિવિધ દાતાઓના સંયુક્ત સહયોગથી પૂર પીડિતો માટે જીવનજરૂરી વસ્તુઓની રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ માનવતાવાદી કાર્યક્રમ પ્રસંગે પારડી સાંઢપોર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના સભ્ય  સ્નેહલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે ખજુરડી ગામ પરિવાર અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી આ ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરીને બિરદાવી હતી.
પૂરના કારણે જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને આજીવિકાને અસર પહોંચી હતી, તેવા જરૂરિયાતમંદ પરિવાર સુધી સીધી મદદ પહોંચાડવા માટે ખજુરડી ગામના લોકોઍ ઍકઠા થઈને આ અનોખી પહેલ કરી હતી. ખજુરડી ગામ પરિવાર દ્વારા કોઈપણ સ્વાર્થ વગર માનવતાની સેવા અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે, જે સમાજ માટે ઍક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. સ્થાનિક ગ્રામજનો અને દાનવીરોના સહયોગથી આયોજિત આ રાહત કાર્યથી પૂર અસરગ્રસ્તોને મોટી રાહત મળી છે અને સહુ કોઈઍ ખજુરડી ગામ પરિવારની આ સેવાભાવનાની સરાહના કરી છે.