Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

અબ્રામામાં ‘નશા મુકત ભારત’ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અબ્રામામાં ‘નશા મુકત ભારત’ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ માય ભારત વલસાડ દ્વારા નશામુક્ત યુવા – વિકસિત ભારત અભિયાન અંતર્ગત યુવાનો અને વિદ્યાર્થીઓમાં નશામુક્તિ, સ્વસ્થ જીવનશૈલી, હકારાત્મક અભિગમ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે જાગરૂકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે ગ્ખ્ભ્લ્ વિદ્યામંદિર, અબ્રામા વલસાડ માં વિવિધ સ્પર્ધાઓ તેમજ જાગરૂકતા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં સેવિકા કુમારી હેતલ શર્મા, સેવક  નિમેષ ગદ્દામ તેમજ માય ભારત સ્વયંસેવક મંડળીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
આ પ્રસંગે વક્તૃત્વ સ્પર્ધા, લોકગીત સ્પર્ધા, શેરી નાટક  અને નૃત્ય સ્પર્ધા સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને યુવાનોઍ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાના માધ્યમથી નશામુક્તિનો અસરોકારક સંદેશ રજૂ કર્યો હતો. ગ્ખ્ભ્લ્ વિદ્યામંદિર, અબ્રામાના સંસ્કારમય અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સહાયક કલેક્ટર પીયૂષ ગેઠલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી  હેમાલી જોશી, ગ્ખ્ભ્લ્ વિદ્યામંદિરના ડાયરેક્ટર  માનસિંહ ઠાકોર, ઍન. કે. દેસાઈના ડાયરેક્ટર ડૉ. દીપેશ શાહ તેમજ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ ગ્ખ્ભ્લ્ વિદ્યામંદિર, અબ્રામાના શાળા વહીવટીતંત્ર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.