Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ધોધડકુવા આંગણવાડીની જિ. મહિલા યુવા પ્રવૃત્તિના અધ્યક્ષે મુલાકાત લીધી

ધોધડકુવા આંગણવાડીની જિ. મહિલા યુવા પ્રવૃત્તિના અધ્યક્ષે મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૯ ઃ  નાનાપોંઢા તાલુકા ના ધોધડકુવા ગામે ચાલતી આંગણવાડી કેન્દ્ર ની વલસાડ જિલ્લા  મહિલા યુવા પ્રવૃતિ ના અધ્યક્ષ દક્ષાબેન રમતુભાઈ ચૌધરી ઍ મુલાકાત  લીધી હતી.
આંગણવાડી કેન્દ્ર માં બાળ વિકાસ દ્વારા  મળતી સરકારની સુવિધા યોગ્ય રીતે મળે છે કે નહિ તે અંગે માહિતી મેળવી હતી અને બાળકોને મેનુ પ્રમાણે નાસ્તો અને જમવાનું મળે છે કે નહિ તેની જાણકારી મેળવી હતી સાઆ મુલાકાતમાં વલસાડ જિલ્લા પંચાયત સભ્ય અને મહિલા બાળ વિકાસ યુવા પ્રવુતિ સમિતિ અધ્યક્ષ  દક્ષાબેન ચૌધરી અને નાનાપોંઢા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મંગુભાઇ ગાંવિત હાજર રહ્નાં હતા.