Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

અંબાચમાં ૫ૂરગ્રસ્ત વિદ્યાર્થીઅોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

અંબાચમાં ૫ૂરગ્રસ્ત વિદ્યાર્થીઅોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૭ ઃ પારડી તાલુકાના અંબાચ ગામમાં અનેક પરિવારો અને વિદ્યાર્થીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. પૂરનાં પાણીમાં વિદ્યાર્થીઓની પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ સહિતનું શૈક્ષણિક સામાન નષ્ટ થઈ જતાં તેમના અભ્યાસ પર અસર ન પડે તે હેતુથી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ અંતર્ગત અંબાચ ગામની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧૨૫થી વધુ પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.  આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય અદિતિ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય સ્નેહલ પટેલ, ભારતીય જનતા યુવા મોરચા વલસાડ જિલ્લા મહામંત્રી મયંક પટેલ, પારડી તાલુકા યુવા મોરચા પ્રમુખ રવિ પટેલ, વલસાડ તાલુકા યુવા મોરચા પ્રમુખ ઋષિરાજ ઠાકોર, જિલ્લા મહામંત્રી ભાગ્યેશ પટેલ સહિત ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતાં.